ઓળખાણ આપું તો….

નમસ્કાર વ્હાલા મિત્રો,

મારું નામ…મારો વ્યવસાય…મારું સરનામું…મારું શિક્ષણ….મારું ગામ….મારું રહેઠાણ….આપ સહુના માટે મારી ઓળખના, મારા પરિચયના સાધન બની જતાં હોય તો કદાચ મારી એ ઓળખ “લાગણીઓનું લાક્ષાગૃહ” માટે અધૂરી ગણાશે. મારી ઓળખાણ માટેના તમામ માધ્યમોથી પર જઈને આજે મેં આ બ્લોગની રચના કરી છે એમાં માત્ર બે જ વ્યક્તિઓનું મહત્વ હશે “હું” અને “તમે”. હું એમ માનું છુ કે આપણી કોઈ પણ ઓળખ દ્વારા થતાં અનુમાનો આપણને એક સીમિત દાયરામાં બાંધી દે છે. એવા કોઈ ઉપાલંભો,પૂર્વગ્રહો,અપેક્ષાઓ,સિદ્ધિઓ,ખુશામતો વિગેરે અવતરણો થી દુર રહી તમે અને હું આ શબ્દની આરાધનામાં એકરસ બનવાની કોશિશ કરીએ. ઈશ્વરની અસીમ કૃપાથી લખવા માટે કલ્પનાની પાંખ તો બહુ નાની ઉમરમાં ફૂટી ચૂકેલી…ઘણું લખ્યું પણ બધું વ્યવસાયી! આજે આ બ્લોગ ના માધ્યમ દ્વારા મારું પોતીકું,ગાંડું ઘેલું, આડું અવળું, ફાવે તેવું લખવાનો અવસર મળ્યો. પણ જેમાં સૌથી મહત્વની વાત તો એ થઇ કે આપના જેવા સહ્રદયી વાચકોના અભિપ્રાયો દ્વારા લેખનને વધુ સુદ્રઢ બનાવવાનો મૌકો મળ્યો…! જે મારા માટે નાનોસુનો ન કહેવાય.

લગભગ ૨૦૦૮થી હું ફેસબુક ના માધ્યમ દ્વારા કવિતા, ગઝલ, ગીત, મુક્તક જેવી રચનાઓ રજુ કરતો આવ્યો છું પણ મારો એક બ્લોગ હોવો જોઈએ એવું મારું અને મિત્રોનું પણ માનવું હતું મને તો બ્લોગ બનાવતા આવડે નહી પરંતુ આખરે આ બ્લોગનું બંધારણ, રચના અને સંચાલન નું કામ મારા એક ફેસબુક મિત્રે સાંભળ્યું એટલે આ શક્ય બન્યું. આથી સૌ પ્રથમ તો હું એમનો દિલ થી ઋણી અને આભારી છું. મિત્રો અહીં મેં મારી અભિવ્યક્તિઓ રજુ કરવાની જે કોશિશ કરી છે એમાં મારી ત્રુટીઓને દરગુજર કરજો પ્લીઝ. આપનું યોગ્ય માર્ગદર્શન મને વધુ સર્જનાત્મક બનાવવામાં મદદરૂપ થશે. નકરી ભાવનાઓનો અને સંવેદનાઓનો માણસ છુ હું .. સાચો અભિપ્રાય મને ખુબ જ પ્રોત્સાહિત કરી દે છે. મારી રચનાઓ મારા જીવનની ખુલ્લી કિતાબ સમ છે….મને થતા અનુભવોને કદાચ હું આ રીતે વ્યક્ત કરું છુ. તેમાં જો સાહિત્યના કોઈ નિયમોનું ઉલ્લંઘન થયું હોય તો નજર અંદાઝ કરી મારી ભાવનાઓને સમજવાની આપની કોશિશ મારી કૃતિમાં પ્રાણ પૂરશે. આપના દ્વારા જો મને શીખવા મળશે તો એનો આનંદ અનેરો હશે…

બસ મિત્રો વધુ કઈ નહી કહું “મારી રચનાઓ જ મારી ઓળખાણ છે.”

આપનો સહ્રદયી,
રાજુ કોટક

6 comments on “ઓળખાણ આપું તો….

 1. Kindly accept my heartiest Congratulations
  for the well-deserved collection of your creations
  and it is certainly the Best.

  Hope to see many more memorable creations from you.
  As a friend , I shall be present in spirit and take this opportunity to convey the assurances of my prayers for the best and memorable creations from you.

 2. Hi… Raj
  gud mrng…
  Congrats…4 yor new…sopan…
  Jidgi ma satat gatisil rahevu joie…je samay sathe kadam milavi chale 6e te sada kamyabi pame 6e…
  Tame sachu j kahyu ke koi pan navi olkhan ma hu ne tame hova joie…
  Hu…ae swar…kar 6e potani rachna öma ne tame…ae aakar 6e…krutio ma…
  Aap sada aavu j sundar lakhta raho…ne je navi deesha na dawar khulya 6e tema khxitij pame ae mara antaer ni urmi…ne kamnaa 6e..khub khub safalta pamo jindgi ma….dear…!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s