તો કહે જે………..


તારા માં હું તને મળી જાઉં તો કહે જે ,
પ્રાણમાં તારા શ્વાસ બની જાઉં તો કહેજે .

પ્રણય નામ આપી સંબંધને બાંધીશ ના,
મન સાથે તારા હું ભળી જાઉં તો કહેજે .

ઝાંઝવા ને જળ બનાવી પીવા છે મારે ,
ઝેરમાં પ્રેમ ઝબોળી પી જાઉં તો કહેજે.

દોજખ આયખામાં જીવવા જેવું રહ્યું ના,
તારા પર મરતા મરતા જીવી જાઉં તો કહેજે

દિલમાં તારા પ્રેમનો અહેસાસ કરી લઉં છું,
સપનામાં આવી તને પજવી જાઉં તો કહેજે.

સમય સાથે સંબંધો સરકતા રહે છે દોસ્ત ,
આંસુ નું તારા કારણ બની જાઉં તો કહેજે.

‘રાજુ’ ની ઊર્મિ જ લખાણ બની જાય છે,
ગઝલ માં કદી તને મળી જાઉં તો કહેજે ……………………રાજુ કોટક (૨૮.૬.૨૦૧૨ )

Advertisements
By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in કવિતા

તમે કેમ આટલાં ખુદને ભૂલી ગયા છો.


તમે કેમ આટલાં ખુદને ભૂલી ગયા છો,
બીજા ને ખાતર પોતાને ચુકી ગયા છો.

‘સ્વ’ નું જીવન ‘પર’ માટે કરી હંમેશા,
અંતર નો અવાજ અવગણી ગયા છો.
તમે કેમ આટલાં ખુદને ભૂલી ગયા છો

જીવન ઘસી નાખ્યું એમના ભલા ખાતર,
સમય આવે કડવા ઘૂંટ પણ ગળી ગયા છો.
તમે કેમ આટલાં ખુદને ભૂલી ગયા છો

એ મનમાની કરતા રહ્યા તમે જોતા રહ્યા,
જુઠ ને પોસવાનો તમે ગુન્હો કરી ગયા છો.
તમે કેમ આટલાં ખુદને ભૂલી ગયા છો.

‘રાજુ’ એ ઘણી વખત ચેતવ્યા છે તમને ,
સ્વભાવને તમે વર્તનમાં વણી ગયા છો.
તમે કેમ આટલાં ખુદને ભૂલી ગયા છો.

રાજુ કોટક (૨૫.૦૬.૨૦૧૨)

By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in કવિતા

અસર પ્યારની છે, જીગરથી સમજી લે.


વાત નજરની છે, નજરથી સમજી લે,
અસર પ્યારની છે, જીગરથી સમજી લે.

વાત ના મારી જો પડઘા પડે દિલે તારા
કહેવાની શી જરૂર છે, અસરથી સમજી લે.

સમયની સાથે સમજાઈ જશે સઘળું તને,
દિલ કેમ વિહવળ છે, કસરથી સમજી લે.

નશા માં ડૂબી બેહોશ બની જવું એ શું છે?
ફૂલ કેમ બેખબર છે, ભ્રમરથી સમજી લે.

પ્રેમ-રસની લહાણ માં રહેશો ના અધૂરા,
સ્પર્શ ની અસર છે, અધરથી સમજી લે .

ભીંજાઈને દરિયામાં રહી ગયા કોરા અમે,
તરસ ની અસર છે, લહેરથી સમજી લે.

‘રાજુ’ કહે છે પ્યારની ઉંમર ન હોય કોઈ,
સમયની અસર છે, પ્રહરથી સમજી લે………………રાજુ કોટક (૨.૦૬.૨૦૧૨)

By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in ગઝલ