શું પરમાત્મા નિરાકાર છે?


શું પરમાત્મા નિરાકાર છે?
આદિકાળથી લઈને અત્યાર સુધી માનવજાતિનો એક અહમ પશ્ન રહ્યો છે. ‘પરમાત્મા એટલે કોણ?’ પરંતુ આજ સુધી આપણને સમજાવવામાં આવ્યું છે કે પરમાત્માનો કોઈ આકાર નથી. પરમાત્મા આકારહીન છે. પરમાત્મા નિરાકાર છે. એટલે પરમાત્માના કોઈ રૂપ, રેખ અને રંગ છે જ નહિં. આવું સંસારના કહેવાતા બૌદ્ધિકો, શિક્ષિકો અને વિદ્વાનો કહેતા ગયા, આપણે સંભાળતા ગયા અને માનવાપ્ન લાગ્યાં! કારણકે આપણામાંના મોટાભાગના લોકોએ કદી અધ્યાત્મની બાબતને ગંભીરતાપૂર્વક સમજવાની કોશિશ કરી જ નથી. આપણે તો બસ કોઈ સંપ્રદાયમાં જોડાઈને, આપણો પોતાનો અંગત સ્વાર્થ સાધવા માટેનું સંપર્ક લિસ્ટ મોટું કરતાં રહીએ છીએ. પરમાત્મા આત્મા આ બનેં શબ્દ ના હાર્દ સુધી જઈ, આપણે ક્યારેય પરમાત્મા આત્માની વસ્તુ વ્યાખ્યાને સમજવાનો પ્રયત્ન કર્યો જ નથી. એટકે જ જયારે ‘પરમાત્મા એટલે કોણ?’ આપણા મૂળભૂત પાયાના પ્રશ્નને સમજવાની જેવી આપણી પકડ ઢીલી પડે કે તરત જ આપણે પેલા ભગવાધારી અગર તો સફેદપોશ અગર તો કહેવાતા આધુનિક વિદ્વાનોના સકંજામાં આવી જઈએ છીએ. આપણે જયારે આ ભગવાધારી અગર તો સફેદપોશ અગર તો કહેવાતા આધુનિક વિદ્વાનો ને પશ્ન પૂછીએ કે ‘પરમાત્મા એટલે કોણ?’ ત્યારે તેઓ તેનો એક જ ઉત્તર આપે છે કે પરમાત્મા નિરાકાર છે. પરમાત્મા અનુભવ નો વિષય છે. પરમાત્માને કદી જોઈ ન શકાય.. આમ પરમાત્મા વિષે તેઓ જે કંઈ પણ જાણતા હોય છે તે તેઓ કહેતા જાય છે એ બધું આપણે સમજવાની સહેજ પણ તસ્દી લીધા વિના માનતા પણ જઈએ છીએ, પછી કોઈ પણ એક સંપ્રદાયનો આંચળો ઓઢીને આપણે તેઓએ દર્શાવેલા દેવ દેવીઓ કે જે તે સંપ્રદાયના મુખીઓના ઢોલ મંજીરા અને તબલા ના તાલે ગુણગાન ગાવા લાગીએ છીએ.
હકીકતમાં આજ સુધી નિરાકાર શબ્દ પર આપણા સહુનું ધ્યાન કેંદ્રિત થયું જ નથી. નિરાકાર શબ્દને સાચા અર્થમાં સમજવાનો નાનો અમથો પ્રયાસ પણ આપણે સહુએ કર્યો છે ખરો? ના. આપણે તો માત્ર તેઓએ કહ્યું અને માન્યું. આ તો કેવળ વ્યક્તિલક્ષી સમજણ થઇ! કહેવાતા વિદ્વાનો જે માનતા હતા એ તેઓએ આપણને કહ્યું. આપણે પણ તેઓ જે માનતા હતા એ જ માન્યું. નિરાકાર શબ્દના સાચા અર્થની ગહનતાને તપાસવાની-જાણવાની કોશિશ સુદ્ધાં ન કરી આપણે! હવે જો કદાચ આપણામાંનો કોઈ એક આ કહેવાતા વિદ્વાનો પાસે નિરાકાર શબ્દના વસ્તુ વ્યાખ્યાના હાર્દ સુધી પહોંચી સાચો અર્થ જાણવા માંગે અગર તેઓની ખોટી સમજણને પડકારે તો એ આડંબર શ્રેષ્ઠીઓ ‘તમને આમાં કઈ ખબર ન પડે’ અથવા તો ‘હજુ તમે એ કક્ષાએ પહોચ્યા નથી’ અથવા તો ‘આવું બધું સમજવા માટે તમારે અમારી સાત દિવસની શીબીર કરવી પડે.’ એવા અર્થહીન જવાબો આપી આપણા પરીશુદ્ધ સવાલોને દબાવવાની કોશિશ કરે છે. હું એમ કહું છું નિરાકાર શબ્દમાં નિર એટલે શું? આકાર એટલે શું? એવા સાવ સરળ સવાલોના જવાબ સમજવા માટે કોઈ કક્ષાએ પહોંચવાણી જરૂર છે ખરી અથવા તો કહેવાતી નિશ્ચિત કક્ષાએ પહોચ્યા પછી પણ તેઓને આવા સરળ સવાલોની જાણ થઈ છે ખરી? આવા સરળ સવાલોના જવાબ સમજવા માટે કોઈ શીબીર કરવાની જરૂર પડે ખરી? અને જો આવા કહેવાતા વિદ્વાનોએ આવી કોઈ ઉચ્ચ કક્ષા પ્રાપ્ત કરી લીધી છે અથવા તો શીબીર કરી ચુક્યા છે તો અમારા આવા સીધા સરળ સવાલ નો જવાબ આપતાં એમને શું ચૂક આવે છે? મને એ નથી ખબર પડતી કયા કારણસર સવાલનો જવાબ આપવાની ગુપ્તતા જાળવે છે તેઓ? સત્ય તો એ છે કે નિરાકાર શબ્દના વસ્તુ વ્યાખ્યાના હાર્દને સમજવા માટે આ કહેવાતા વિદ્વાનો અસમર્થ છે. કુવામાં હોય તો હવાડામાં આવે ને! કારણ કે એક તરફ કહેવાતા મઠાધીશો-સંપ્રદાયના વડાઓ-સફેદપોશ વિદ્વાનો જો એવું કહેતા હોય કે પરમાત્મા જ્યોતિ સ્વરૂપ છે.જ્યોતિ બિંદુ સ્વરૂપ છે કે પ્રકાશ પુંજ છે. તો એવું કહેવામાં ‘સ્વરૂપ’ શબ્દ પોતે જ આકાર હોવાનો નિર્દેશ કરે છે. એવી જ રીતે જ્યોતિ બિંદુ માં શબ્દો જ્યોતિ અને બિંદુ બંને નો આકાર તો છે જ. તેના ગુનો પણ છે અને તેની ઉર્જા પણ હોય જ છે. તો પછી પરમાત્માને નિરાકાર નિર્ગુણ કહી આપણને ઊંધે રવાડે ચડાવવાની શી જરૂર છે? અહી ફલિત થાય જ છે કે ગ્રન્થોમાં આપેલો નિરાકાર શબ્દનો અર્થ આ અલ્પબુદ્ધીજીવીઓ ખોટો કરે છે.
કોઇપણ શબ્દની વસ્તુ-વ્યાખ્યાને સાચા અર્થમાં સમજવા માટે આદિકાળથી જ પરમાત્માએ આપેલી જીજ્ઞાસાવૃત્તિ તો આપનામાં છે જ પરતું આ કહેવાતા વિદ્વાનો એ આપણી આ જીજ્ઞાસાવૃત્તિને દબાવી દીધી છે. આથી તેઓ જે કહે તેવું માનીને આપણે તેઓને અનુસરીએ છીએ. બીજું આપણામાંના ઘણા ખરા લોકો અધ્યાત્મની વાત પોતાનો અહમ પોષવા જ કરતાં હોય છે. અમે ફલાણામાં માનીએ છીએ અને ઢીકણાને અનુસરીએ છીએ એવું કહી ને આપણે આપની જાત ને છે તરીએ છીએ. કારણકે પરમાત્મા વિશેની સહી સમજ મેળવવાની , પરમાત્મા શબ્દની વસ્તુ-વ્યાખ્યા જાણવાની દરકાર આપણે ક્યારેય કરી જ નથી. એટલે તો અધ્યાત્મના નામે મસમોટી સંસ્થાઓ અને સંપ્રદાયો જુદા જુદા નામો તળે પોત પોતાને સર્વોપરી ગણતાં ઉદ્યોગોની જેમ ફૂલ્યા ફાલ્યા છે. હજુ પણ આ વિષય માં આપણે ઉપેક્ષા દાખવીશું તો આ કહેવાતા આડંબર શ્રેષ્ઠીઓ દીર્ઘકાળ સુધી આપણા પર પોતાનું આધિપત્ય જમાવતા રહેશે. અધ્યાત્મના નામે ખોટી સમજણોના મિસાઈલો છોડીને આપણા દિલો-દિમાગ પર આતંકવાદ ફેલાવતા રહેશે. જો કે એમાં આપણે કરી પણ શું શકવાના? આદિકાળથી લઈને અત્યાર સુધી વિશ્વમાંથી કોઈએ પણ ગ્રન્થો અનુસાર શબ્દોના સાચા અર્થને ખોજવાની કોશિશ કરી જ નથી. સંસાર પર હંમેશા બળવત્તર શક્તિઓનો પ્રભાવ હાવી રહ્યો છે અને સમાજ એ બળના દળ હેઠળ દબાતો આવ્યો છે. અધ્યાત્મની બાબતમાં પણ આવું જ કંઈક બની રહ્યું છે. તેથી સ્તો આપણે નિરાકાર શબ્દનો સાચો અર્થ સમજવાની પળોજણ માં પડ્યા વગર કહેવાતા વિદ્વાનો જે કહેતા જાય છે એ જ સાચું માનીને ચુપચાપ ફરી પાછા તેઓનું અનુસરણ કરવામાં પડી જઈએ છીએ. પરતું મનનાં ઉંડાણમાં તો પેલો સાચો પ્રશ્ન ‘પરમાત્મા એટલે કોણ?’ હજુ આપણને પજવે જ છે. કારણકે આ પશ્નનો સંતોષકારક જવાબ હજુ સુધી આપણને મળ્યો જ નથી. પરતું હવે આપણે એ લોકોએ એમની સમજ મુજબ સમજાવેલા જવાબ સાથે સમાધાન કરી લીધું છે. આપણે પણ આપણી સાચી ખોજ ને દબાવી ગાડરિયા પ્રવાહમાં જોડાઈ ગયા છીએ. પરતું આપણી અંદર મનના કો’ક ખૂણે આપણને એ લોકો પાસેથી મળેલા સમાધાનકારી જવાબ સામે બીજો પ્રશ્ન ઉદભવે છે ‘ શું પરમાત્મા નિરાકાર છે?’
હવે આપણે નિરાકાર શબ્દના વસ્તુ-વ્યાખ્યાના હાર્દ સુધી પહોંચી ‘નિરાકાર’ શબ્દનું નિરીક્ષણ કરીએ. વિચારો, કોઈપણ નામ પડવાનું કારણ અગર તો નામના અસ્તિત્વનો ઉદય ક્યારે થાય? કોઈ પણ વસ્તુ, વ્યકિત કે પદાર્થને નામ ક્યારે અપાય? આ ઝાડ છે. આ મનુષ્ય છે. આ પથ્થર છે. એ ક્યારે નક્કી થાય? જયારે એ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થને આપણે નારી આંખે જોઈએ. એ આપણને આપણી ખુલ્લી આંખે અથવાતો સુસુપ્ત અવસ્થામાં દેખાય ત્યારે તેને જોઈને, તેની અનુભૂતિ થાય બાદ એ આકાર ના ગુણો પ્રમાણે આપણે તેનું નામ આપી શકીએ. એ સિવાય નામ આપવું આપણા માટે અશક્ય જ નહી દુર્લભ છે. તો નિરાકાર શબ્દનું નામ પણ જોયા પછી જ પડ્યું હોવું જોઈએ. વસ્તુ અને નામ એકબીજા સાથ જોડાયેલા છે. કારણકે વસ્તુના ગુણો પરથી જ નામ અસ્તિત્વમાં આવે છે. દા.ત. પથ્થર એવું નામ બોલતાની સાથે જ અથવા તો પથ્થર એવું વિચારતા ની સાથે કઠોર પદાર્થ આપણી સ્મૃતિમાં ઉપસે છે. તો જેમણે પણ પરમાત્માને ‘નિરાકાર’ નામ આપ્યું છે તેમણે કંઈપણ જોયા વિના તો આપ્યું જ નહી હોય! ચોક્કસ નામ આપનારે પરમાત્માના રૂપ, રેખ, રંગ, ઉર્જા આદિ જોયા હશે. કારણ કે કંઈપણ જોયા વિના નામ આપવું શક્ય જ નથી. તેથી નામ આપનારે પરમાત્મા નો એવો તે કેવો આકાર જોયો હશે કે એમણે પરમાત્માનું નામ ‘નિરાકાર’ આપ્યું! સમજવાનો વિષય છે. વિચારવાનો વિષય છે. આપણા કહેવાતા વિદ્વાનો વસ્તુને છોડી, વસ્તુના ગુણોના ઉદાહરણ આપી વસ્તુના અસ્તિત્વનો ઇનકાર કરે છે. તેઓ હંમેશા હવા અને ગોળના ગળપણ ના ઉદાહરણ આપી વસ્તુના અસ્તિત્વનો ઇનકાર કરતાં હોય છે. દા.ત. હવા દેખાતી નથી પણ અનુભવી શકાય છે, તેવી જ રીતે પરમાત્માને જોઈ ન શકાય અનુભવી શકાય.. પરંતુ એ લોકોને ખબર નથી પડતી કે ભલે આપણને નરી આંખે દેખાતી ન હોય પણ તેનું વજન તો છે જ અને જેનું વજન હોય તેનો આપણા આપમાં કોઈ ને કોઈ રૂપે કંઈ ને કંઈ આકાર હોય જ. વસ્તુનું નામ ત્યારે જ પડે જયારે તેને નરી આંખે, સૂક્ષ્મદર્શક યંત્ર વડે કે દિવ્ય ચક્ષુઓ દ્વારા જોવામાં આવી હોય. હવાનો રંગ લીલો છે એવું ગ્રંથોમાં પણ દર્શાવવામાં આવ્યું છે અને વૈજ્ઞાનિકો પણ કહે છે. તેવી જ રીતે તેઓ ગળપણનું ઉદાહરણ આપી, ગળપણ ને જોઈ શકાતું નથી એમ કહી પરમાત્માને પણ જોઈ ન શકાય એમ કહી પરમાત્માનો વસ્તુ તરીકેના અસ્તિત્વનો ઇનકાર કરે છે. પણ હું એમ કહું છું ભલા માણસ ગોળનું અસ્તિત્વ છે તો ગળપણ છે. ગોળના ગુણ ને લો છો તો પછી ગોળને શા માટે છોડી દો છો! ગળપણ ગોળમાંથી જ આવે છે એવું જાણતા હોવા છતાં ગોળ(વસ્તુ) ના અવગણના શા માટે કરે છે તેઓ!?
આટલું ઓછું હોય તેમ આપણા કહેવાતાં વિદ્વાનો માં ના કેટલાંક ને તો એવું કહેતા સાંભળ્યા છે કે અમને અથવા તો અમારા પંથના મુખીને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે અગ્ર તો આત્મસાક્ષાત્કાર થયો છે. અલ્યા ભ’ઈ પરમાત્માને જોઈ જ ના શકાતા હોય તો અમને સાક્ષાત્કાર શેનો થાય છે એ જ મને તો સમજાતું નથી!!! સાક્ષાત્કાર નો અર્થ જ એ થાય પ્રત્યક્ષ કોઈ આકાર જોવો.
ગ્રંથોમાં પરમાત્માને વસ્તુ કહેવામાં આવ્યું જ છે જેવું કે: “વસ્તુ કહીં ઢઢ કહીં” અહીં સ્પષ્ટ થાય છે કે પરમાત્માનું નિરાકાર શબ્દ દ્વારા વર્ણન કરનારે એવો કોઈક વસ્તુ રૂપી આકાર જોયો હોવો જોઈએ જેનું તેના ગુણો પ્રમાણે નિરાકાર નામ પડ્યું. હવે પરમાત્માની બાબતમાં ગેરમાર્ગે દોરાવાની શરૂઆત નિરાકાર શબ્દના કરવામાં આવેલા આકાર રહિતથી થાય છે. ગડબડ નિરાકાર શબ્દના કરવામાં આવેલા અર્થમાં છે. નિરાકાર શબ્દમાં નથી. આથી જો આપણે પરમાત્માને નિરાકાર કહેતા હોઈએ તો નિરાકાર શબ્દનો સાચો અર્થ વસ્તુ વ્યાખ્યાની કસૌટી થી શોધી કાઢવો જોઈએ. જેના માટે સંસ્કૃત ડીક્ષનેરી આપણને મદદરૂપ થઈ શકે તેમ છે. આ લેખ તેઓ ને અર્પણ જેઓની સત્ કૃપાથી તેઓએ આપેલી સમજ થકી લેખને હું શબ્દ દેહ આપી શક્યો.
લેખક: જીજ્ઞાસુ રાજુ કોટક

Advertisements