अब नश्तर बनकर ओर न छेड़ो.


नासूर बनकर फ़ैल चुके हो रगोमे,
अब नश्तर बनकर ओर न छेड़ो.

बिगड़ी बनाने आ भी गए तो क्या,
अब पुराणी बातो को ओर न छेड़ो.

दिल तो शीशा था टूट गया कभी का,
अब अहेसान बनकर ओर न तोड़ो .

धोका खाना हमारी फितरत में ही था,
अब हमारे जज्बात को ओर न खुरेदो.

‘राजू’ सदा राजदार रहेगा यह प्यारका,
अपनी कहानी सुनाकर ओर न बहेको……………….राजू कोटक (३१.०५.२०१२)

Advertisements
By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in ગઝલ

ખાલી પડેલા ખોળિયાને ખુલાસો ન આપ.


ખાલી પડેલા ખોળિયાને ખુલાસા ન આપ,
આવી પડેલા નીસાસાને દિલાસા ન આપ.

કરે કોઈ અને ભરે કોઈ દુનિયાનો ક્રમ છે,
હવે બાકી રહેલા કર્મોને નિરાશા ન આપ .

કોઈના જીવન માં ખલેલ પહોચડીશ નહી,
કારણ વગર કોઈને જુઠી આશા ન આપ.

પીઠ પાછળ વાર કરવામાં શુરા છે તેઓ,
સામી છાતી એ લડવાના જાસા ન આપ.

વાત કરે તો સમજાય, સીધો વાર જ કરે છે,
ખળભળી જાય ત્યાં લગણ હતાશા ન આપ.

પહેલેથી લાગણી પંપાળી હોત તો સારું થાત,
તીર કમાનથી છૂટી ગયા પછી દિલાસા ન આપ.

‘રાજુ’ મર્મ સમજી ગયો એટલે ચેતી ગયો હવે,
સંબંધ માં કોઈ ને પણ ઠાલા ભરોસા ન આપ………………..રાજુ કોટક (૨૯.૦૫.૨૦૧૨)

By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in Uncategorized

એક સુગંધ હતી મારી પાસે, ફેલાવી નાખી.


લાગણી મારી તારા પર વહેવડાવી નાખી,
એક સુગંધ હતી મારી પાસે ફેલાવી નાખી.

ખાલીખમ છું દોસ્તો કશી આશ ન રાખશો ,
જિંદગી આખી એમને નામે લખાવી નાખી.

તો ય નાપાસ થયો પ્રેમની પાઠશાળામાં હું,
કસૌટી કાળે એણે કોઈની સેજ સજાવી નાખી.

એક ગુનો હોય તો હું માફ પણ કરું એમનો,
આ તો કાયદા ની બધી કલમો ફગાવી નાખી.

દરદ હોય તો એની સારવાર પણ થાય મિત્રો,
એની તલવાર ને મેં સારવારમાં ખપાવી નાખી.

પલિતો દીધો હતો એમને તાપણું કરવા જરા,
એમણે મારા જ ઘરની હોળી સળગાવી નાખી.

કદર ન કરી દુનિયાએ ‘રાજુ’ની જીવનમાં કદી,
એમણે મારા જ ઘરમાં મારી કબર ચણાવી નાખી……………..રાજુ કોટક (૨૭.૦૫.૨૦૧૨)

By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in ગઝલ

આપણામાં નો માણસ હતો……


જુઠી શાન ને મોભા ખાતર,
રીવાજો ના બંધન  ખાતર,
સમાજ  ના દબાવ ખાતર,
મન માની એ કરાવી ગયો.

કોણ કહે… એ પરાયો હતો ,
આપણામાં નો માણસ હતો.

નારી વિકાસની વાતો કરતો,
સ્ત્રી ને ઘરની લક્ષ્મી ગણતો,
ટાણે પ્રસંગે  સનમાન કરતો,
કુખે  ખંજર  ભોંકાવી  ગયો.

કોણ કહે …એ પરાયો હતો ,
આપણામાં નો માણસ હતો.

વોટ લેવા તરકીબો રચી ને,
સેવક તણું  મહોરું  પહેરી ને,
વિકાસ કેરા  વાયદા કરી ને,
દેશની દોલત લૂંટાવી ગયો.

કોણ કહે… એ પરાયો હતો ,
આપણામાં નો માણસ હતો.

મજહબી મુદ્દો આગળ ધરી,
ધરમ  ને નામે  જેહાદ કરી,
માણસ,માણસનો બની વેરી,
આંતકવાદ  ફેલાવી  ગયો.

કોણ કહે… એ પરાયો હતો ,
આપણામાં નો માણસ હતો.

સજ્જનતાનો ડહોળ કરીને,
કુટુંબ સંગાથે સુમેળ કરીને,
કુમળી વયનું નિકંદન કરીને,
માસુમિયત મુરઝાવી ગયો.

કોણ કહે… એ પરાયો હતો ,
આપણામાં નો માણસ હતો.

અંધશ્રધ્ધા નો લાભ ઉઠાવી,
ઈશ્વર ને પણ  ખોટો ઠરાવી,
પોતાને  એ સર્વોચ્ચ મનાવી,
અઢળક નાણા પડાવી ગયો.

કોણ કહે… એ પરાયો હતો ,
આપણામાં નો માણસ હતો………………………..રાજુ કોટક (૨૫.૦૫.૨૦૧૨)

By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in કવિતા

ઊભા રહો તો થોડી વાત કરવી છે,


ઊભા રહો તો થોડી વાત કરવી છે,
સાંભાળો તો આજે શરૂઆત કરવી છે.

ખેલો ના આંખમિચૌલી મુજ સંગ ,
સમજો તો મુલાયમ વાત કરવી છે.

જે માનતા હો તે માનજો મારે કાજ,
દિલની દિલધડક વાત કરવી છે.

સમય નથી કહી ટાળશો નહિં વાત,
સમયમાં સમાવાની વાત કરવી છે.

તમે નહી માનો નક્કી જ છે મનમાં ,
પ્રયાસ કરવાની શરૂઆત કરવી છે.

પ્રેમ પામવા ભટક્યા હશો દરબદર,
‘રાજુ’ ના દિલની વકીલાત કરવી છે.

ઊભા રહો તો થોડી વાત કરવી છે,
સાંભાળો તો આજે શરૂઆત કરવી છે…………………….રાજુ કોટક (૨૪.૦૫.૨૦૧૨)

By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in કવિતા

સમય નો તારા વિશ્વાસ છું.


તારા માટે ખાસ વાત છું,
તેથી તારી આસ પાસ છું.

મહેકની હું ખાસ જાત છું,
શ્વાસનો તારા અહેસાસ છું.

જીવનનો તારા હું સાથ છું,
સમય નો તારા વિશ્વાસ છું.

સપનાની તારા હું રાત છું,
યાદમાં તારી હું ભીનાશ છું.

પ્યાર નો તારા મહોતાજ છું,
તેથી ‘રાજુ’ માટે તું ખાસ છું ………………..રાજુ કોટક (૨૧.૦૫.૨૦૧૨)

By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in ગઝલ

મને ફરી હોશ માં ન લાવ.


મને ફરી હોશ માં ન લાવ,
મહેફિલમાં પાછો ન બોલાવ.

પ્યાર ને પ્રેમ થી પંપાળ ,
દુનિયાના પ્રપંચ ન શીખાવ.

કરવટ લઇ ચુકી છે જિંદગી,
દોલતની લાલચ ન બતાવ.

સમય નું કામ છે ચાલવાનું ,
વિધિ સાથે બાથ ન ભીડાવ.

કંટકો કાપી કેડી ચાતરી છે,
જુઠી આશે મારગ ન ભુલાવ.

જીવનમાં મેં સરવાળો કર્યો છે,
મને જ બાદ કરી ન શરમાવ.

સહુએ તોડ્યો ‘રાજુ’નો નાતો,
સંબંધને નામે વધુ ન સતાવ………………..રાજુ કોટક (૨૦.૦૫.૨૦૧૨)

By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in કવિતા

શ્વાસ નો મારા હિસાબ માંગો છો.


ધડકન માં રહી ને અમારી,
શ્વાસનો મારા હિસાબ માંગો છો.

લાગણીનાં દામ ચૂકવી દીધા,
હવે વાયદાનો હિસાબ માંગો છો.

ન જાણે કેટલાંને ઘાયલ કીધા,
ને કાતિલપણાનો ખિતાબ માંગો છો.

બની ગયા છો તમે ખુદ સવાલ,
ને ખુવારીનો મારી જવાબ માંગો છો.

ચાહત ચુભન બની ગઈ ત્યારે,
કાં કંટક કને હવે ગુલાબ માંગો છો .

સપના જોવાનું ભૂલી ગયો ‘રાજુ’
ત્યારે ઉઘાડી આંખના ખ્વાબ માંગો છો.

ગઝલ નંદવાઈ પ્રેરણા વિણ તારી,
હવે મત્લામાં પહેલાનો રુઆબ માંગો છો………………….રાજુ કોટક (૧૯.૦૫.૨૦૧૨)

By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in ગઝલ

દરદ ન થવાની અસર હું ખુદ છું.


મુસીબત માં હમણાં હું ખુબ છું,
મુસીબત નું કારણ હું ખુદ છું.

દલીલો કરી હું કંઈપણ કહું મને,
મારી ભૂલ નો શિકાર હું ખુદ છું.

સહનશીલતા દે છે આ મુસીબત,
શીખ મળ્યા ની વાતે હું ખુશ છું.

આદત બની ગઈ હવે પીડા મારી,
દરદ ન થવાની અસર હું ખુદ છું.

બનાવ્યા ‘રાજુ’ એ સહુને પોતાના,
માથે ચડાવવાની ભૂલ હું ખુદ છું…………………..રાજુ કોટક (૧૮.૦૫.૨૦૧૨)

By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in ગઝલ
અસાઈડ

આદતમાં મારી તું ભળી જા,

મારા માં  મને  તું મળી જા.

પ્રેમ ન થાય દબાવવશ કદી,

જાત ને  તારી તું  છળી જા.

ઈશારાને ઇજન ન હોય કદી,

મન ને  મારા તું કળી જા .

ભલે હો પ્રેમની રીત તારી જુદી,

ચાહત ને રસ્તે તું વળી જા.

તોફાન તારીખ દઈ ન આવે કદી,

ડૂબવા ના વાંકે તું તરી જા.

સહારો ન બને તો રસ્તો બની જા,

‘રાજુ’ના પથપર તું મળી જા……………………….રાજુ કોટક (૧૬.૦૫.૨૦૧૨ )

મારા માં મને તું મળી જા…

By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in Uncategorized