તમે મળ્યા તો જીવવાનું એક કારણ મળ્યું.


તમે મળ્યા તો જીવવાનું એક કારણ મળ્યું,
દિલને ધબકવાનું હવે જ સાચું કારણ મળ્યું .

તૂટતાં-બનતાં સંબધોની અસ્થિરતા વચ્ચે ,
ઉભડક પસાર થતી જિંદગીનું નિવારણ મળ્યું.

અર્થો બધા ઉપજાવી કાઢેલ હતા બધાનાં ,
શબ્દોને સહી  સમજણ નું તારણ મળ્યું .

અભડાઈ ચૂકી ‘ તી લજ્જા લોક નજરોમાં,
નગ્ન ઘેલછાને શરમનું આવરણ મળ્યું .

દોજખ આયખાને સમજી ના શક્યું કોઈ,
ઉપેક્ષાને તમારા સાંનિધ્યનું મારણ મળ્યું.

રાજુ નો જીવવાનો માર્ગ મોકલો થયો હવે,
પ્રભુ તારા ચરણ મા આસ્થાનું શરણ મળ્યું………………..રાજુ કોટક (૨૪.૦૭.૨૦૧૧)

Advertisements
By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in કવિતા

તારો દિવાનો હવે કદી વિસરાય પણ નહીં.


મને એટલો પ્રેમ ના કર કે સહેવાય નહીં,
પણ એટલો પ્રેમ કર કે રહેવાય પણ નહીં
.

 

તારી યાદ જીવનમાં વણાઈ ગઈ છે એવી,
હવે તારા વિના બીજુ કંઈ દેખાય પણ નહીં
.  

 

અસ્તિત્વ ભૂલી જવાય એવું કંઈ કર પ્રભુ,
એકાકાર થઈ જાઉં ને કંઈ વર્તાય પણ નહીં.
 

 

મને  તો તું સમ્પૂર્ણ સ્વરૂપમાં જ જોઈએ છે,
જોતો રહું તો ય આંખોમાં સમાય પણ નહીં.

 

જીવનમાં ‘રાજુ’ને સહુએવરણાગી કહ્યો છે,
તારો દિવાનો હવે કદી વિસરાય પણ નહીં……………….રાજુ કોટક (૧૪.૦૭.૨૦૧૧)

By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in ગઝલ

વાદળ વરસ્યાં પણ તું ન આવી ઘેરાઈ ને….


વિચારો ઉમટ્યા વાદળ બની ગોરંભાઈને,
વાદળ વરસ્યાં પણ તું ન આવી ઘેરાઈ ને.

 

 

ભીની સુંગધમાં ભૂલાયું બધું પણ તું નહી ,
સનમ કાં’ વેગળી બની આ ઋતે રિસાઈને.

 

શે’ વીતે તુજ  વિણ માદક મોસમ વર્ષાની,
સૂના ઢોલિયા સૂના સપના વિખાશે રોળાઈને.

 

ઉમળકાને નામ મળ્યું’તું તારી એક ભીનાશનું,
કોરો કટ રહ્યો હું ઓણ ભર ચોમાસે ભીંજાઈને.

 

 

વીજળીના ચમકારે જોઈ તૂટતી મારી વેદના,
વખત મળે વધાવી લે જે ‘રાજુ’ની તન્હાઈ ને……………………..રાજુ કોટક (૮.૦૭.૨૦૧૧)

By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in કવિતા

હજુ પણ છે…..


તારી શેરીમાં મારા પડેલાં પગલાંની છાપ હજુ પણ છે,
ગલીનાં નાકે નજર થોભાવી ઉભેલી  આશ હજુ પણ છે.

 

તમે કદી આવશો જ નહી એ મને ખબર જ હતી છતાં,
મનના કો’ક  ખૂણે ઉંડે ઉંડે ઠગારો  વિશ્વાસ હજુપણ છે.

 

મારું નામ હમેશાં ઓળખાતું હતું તારા નામથી જ સદા,
તારા ગયા પછી  થયેલું એ નામ બદનામ હજુ પણ છે.

 

તને ચાહીને મારું સર્વસ્વ હોમી દીધું’તું તારા પ્યારમાં,
સનમ તારી જુદાઈમાં દિલ પર પડેલા ઘાવ હજુ પણ છે.

 

ફના થઈ ગયો તારી યાદ માં ઝૂરી ઝૂરી ને જીવનભર,
‘રાજુ’ ની કબર પર કોતરાવેલ તારું નામ હજુ પણ છે…………….રાજુ કોટક (૪.૦૭.૨૦૧૧)

By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in કવિતા