જો જો એવું કંઈ થાય ના ધડકન ચૂકી જવાય ના…


જો જો એવું કંઈ થાય ના ધડકન ચૂકી જવાય ના,
વિચારતા રહો તમે અને દિલડું  ચોરાઈ  જાય ના.

 

જો જો એવું કંઈ થાય ના કહેવાનું ભૂલી જવાય ના,
કહેવા જાવ કંઈ અને ‘ના’ કહેવાનું કહેવાઈ જાય ના.

 

જો જો એવું કંઈ થાય ના અવસર  ચૂકી જવાય ના,
મનની વાત મનમાં રહે અને વખત વિતી જાય ના.

 

જો જો એવું કંઈ થાય ના વિખવાદ કંઈ સર્જાય ના,
મનમેળ થતાં પહેલાં આપણો સંગાથ છૂટી  જાય ના.

 

જો જો એવું કંઈ થાય ના પરમાત્મા સુધી જવાય ના.
જન્મજન્માંતર ના ફેરામાં પ્રભુને જ ભૂલી જવાય ના……………………….રાજુ કોટક (૨૯.૦૬.૨૦૧૧)

Advertisements
By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in કવિતા

યાદમાં કેમ તમે આવીને વસ્યા.


લખાણ હોત તો ભુંસાઈ પણ જાત,
જોયું હોત મેં તો ભૂલાઈ પણ જાત,
પણ યાદમાં કેમ તમે આવીને વસ્યા.

 

ખીલ્યાં  હોત તો કરમાઈ પણ જાત,
સ્પર્શ્યા હોત તો શરમાઈ પણ જાત,
પણ શ્વાસમાં કેમ તમે આવીને વસ્યા.

 

વાદળ હોત તો વિખરાઈ પણ જાત,
વરસ્યા હોત તો ભીંજાઈ પણ જાત ,
પણ રોમમાં કેમ તમે આવીને વસ્યા.

 

શીખ્યા હોત તો સમજાઈ પણ જાત,
ભૂલ  હોત  તો પસ્તાઈ પણ જાત,
પણ જ્ઞાનમાં કેમ તમે આવીને વસ્યા.

 

મળ્યા હોત તો વિસરાઈ પણ જાત,
સંબંધ હોત તો વિસ્તરાઈ પણ જાત ,
પણ ‘રાજુ’માં કેમ તમે આવીને વસ્યા………………….રાજુ કોટક (૨૭.૦૬.૨૦૧૧)

By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in કવિતા

એવું કંઈ કરી દે.


ભુખ ને પ્યાસ લાગે નહી, એવું કંઈ કરી દે,
મને તારા પ્યારમાં તરબોળ કરી દે…

 

દિવસ ને રાત એક થાય,એવું કંઈ કરી દે,
તારી મીઠી વાતોમાં  સમયને ભરી દે…

 

સુખ ને દુખ સ્પર્શે જ નહી,એવું કંઈ કરી દે,
મારા ચેન માં તારા સંભારણા ભરી દે…

 

રસ્તો ને મંઝીલ દેખાય નહી,એવું કંઈ કરી દે,
જીવનપથ પર તારી સફરને ભરી દે…

 

પ્રેમીકા કે પત્ની કઈ ના રહે, એવું કંઈ કરી દે,
તારી જાત ને મારી આગોશમાં ભરી દે…

 

હું અને તું અલગ ના રહીએ,એવું કંઈ કરી દે,
તારું મન ‘રાજુ’માં સમાય એ રીતે ભરી દે…  ……………રાજુ કોટક (૨૫.૦૬.૨૦૧૧)

 

By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in કવિતા

પ્રેમને પાછો બોલાવીએ આપણા સુધી


મારા અરમાનોનો રસ્તો તારા સુધી,
તારા અણગમાની મંઝીલ મારા સુધી

 

ક્યાં સુધી આમ બેચેન બનીને રહીશું,
તારા સમાધાનનો ઉકેલ મારા સુધી

 

ચાલશે નહિ આપણને એકબીજા વિના,
બાંધછોડ નો ઉપાય હવે આપણા સુધી.

 

ઘર હોય ત્યાં વાસણ ખખડે ય ખરાં,
આવ સંવાદિતા સાધીએ આપણા સુધી.

 

ચાલ કોઈ રસ્તો કાઢીએ ગેરસમજ નો,
પ્રેમને પાછો બોલાવીએ આપણા સુધી……….રાજુ કોટક (૨૨.૦૬.૨૦૧૧)

By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in કવિતા

ખુશી ક્યારે બની ગીત હું બસ ગાતો રહ્યો


યાદ સ્મરી રહી તને હું બસ જોતો રહ્યો, ,
દર્દ ક્યારે બન્યું સ્મિત હું બસ હસતો રહ્યો.

 

ઈંતઝારે બોલાવી તને હું રાહ જોતો રહ્યો ,
ખુશી ક્યારે બની ગીત હું બસ ગાતો રહ્યો .

 

ઊંઘમાં તું આવી જ્યારે હું બસ ઝબકતો રહ્યો ,
સોણલું ક્યારે બન્યું સાચ્ચુ હું બસ જોતો રહ્યો .

 

લગોલગ ઉભી’તી તોય હું બસ દોડતો રહ્યો,
દૂરી, ક્યારે બની પ્રીત હું બસ ખેચાતો રહ્યો .

 

તું તો ત્યાં ની ત્યાં છો હું આગળ વધતો રહ્યો ,
વિખરાઈ ક્યારે ઝુલ્ફો હું બસ….. શ્વસતો રહ્યો…………રાજુ કોટક  (22.06.2011)

By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in ગઝલ