મારે શરાબ બની જવું છે.


મારે શરાબ બની જવું છે,
તારી આદત બની જવું છે.

તારા રોમેરોમમાં પ્રસરી જઈ ,
દુનિયા દેખે તેમ ઝૂમી જવું છે.

મારે શરાબ બની જવું છે,
તારી આદત બની જવું છે.

નશો મારો ચડે કે ન ચડે તને,
તારા બની તનેય ભૂલી જવું છે.

મારે શરાબ બની જવું છે,
તારી આદત બની જવું છે.

કહેવા પુરતો પ્રેમ નથી મારો ,
નશો બની તારામાં ભળી જવું છે.

મારે શરાબ બની જવું છે,
તારી આદત બની જવું છે.

તારા બની તારામાં સમાઈ જવું છે,
નશામાં ‘રાજુ’ના ઓગળી જવું છે .

મારે શરાબ બની જવું છે,
તારી આદત બની જવું છે……………………..રાજુ કોટક (૨૬.૧૦.૨૦૧૧)

Advertisements
By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in ગઝલ

વિચારો પર બહુ જીદ ના કર……..


વિચારો પર બહુ જીદ ના કર ,
અપેક્ષાઓ કબજો જમાવી દેશે.

લાગણી પર બહુ મોહ ના કર ,
ઉપેક્ષાઓ ઠેસ પહોચાડી જશે.

મિલનની ક્ષણો બહુ ન વાગોળ,
દિલમાં તોફાન જગાવી મુકશે.

આફતને જાણી જોઈ ના નોંતર,
જીવનમાં રમખાણ મચાવી દેશે.

‘રાજુ’ને વારંવાર યાદ ના કર,
એના લખાણમાં તને વણી લેશે…………રાજુ કોટક (૨૨.૧૦.૨૦૧૧)

By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in કવિતા

ત્યારે જ પ્રેમ થયાનું કારણ મળશે……


મને જે ગમતું હશે તે તને ગમશે
ત્યારે જ પ્રેમ થયાનું કારણ મળશે

જવાબમાં મારા તારા જ સવાલો છે,
લાગણીનું તારી જો, નિવારણ મળશે.

ઝેર ઘણા પી લીધા જીવનમાં અમે,
બેરુખીમાં વેદનાને ખરું મારણ મળશે.

વલોપાતમાં પ્રેમને શોધી લેજે ક્યાંક,
આંસુના વહેણમાં પ્રેમનું તારણ મળશે.

તારે મન ખેલ છે જે મારે મન પ્રેમ એ,
રમતના પ્યાદાને હાર્યાનું ભારણ મળશે.

‘રાજુ’એ તો સહુ ને ચાહ્યા છે જીવન મહીં
ખબર નહોતી બદલામાં અકળામણ મળશે!…………રાજુ કોટક (૧૭.૧૦.૨૦૧૧

By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in Uncategorized

તારા માં તારાપણું જો મારું હશે……


તારા માં તારાપણું જો મારું હશે,
તો તું જે કઈ કહેશે સારું જ હશે

એકમેક નાં વિચારો મળતા હશે ,
તો સમજણનું તત્વ સાચું જ હશે.

આપણે સાથે સેવેલું જે સ્વપ્ન હશે,
આપણી ભાવનાઓનું એ ભાથું હશે.

હાથોમાં તારા મહેદી રચાયેલી હશે,
આપણા મિલન નું એ જ ટાણું હશે,

પરિશુદ્ધ પ્રેમમાં અગર સ્વાર્થ ભળશે,
એ સંવેદના લાગણીઓનું હટાણું હશે.

‘રાજુ’ની વાતમાં કોઈ ને દમ લાગશે ,
એ દિવસ મન આંગણ ઉજવણું હશે …………………..રાજુ કોટક (૯.૧૦.૨૦૧૧)

By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in ગઝલ