આ તો સહેવાની વાત કો’ક જ જીરવી લે….


પ્રેમ કહેવાની વાત હોય તો કોઈ પણ કરી લે,
પણ આ તો સહેવાની વાત કો’ક જ જીરવી લે.

મરી ફીટવાની ભાવના સાથે કરી લે છે ઘણા,
ફના થવાના સમયે ખરેખર તો કો’ક જ મરી લે.

ચાહતને સમજી ચાહવામાં ઓછા સફળ થયા છે,
સહવાસ ન મળે તોય એ તો જીવનભર ઝૂરી લે.

પ્રેમનો કદી પર્યાય ન હોય, તો ય ઘણા શોધી લે ,
અંતે આકર્ષણનો શિકાર થઈ જીવનભર ભટકી લે.

‘રાજુ’ના પ્રેમની નોખી જ ખુશ્બુ રેલાય છે ચોમેર,
પોતાની રચના ને સહારે પારકાને પોતાના કરી લે………………..રાજુ કોટક (૨૬.૦૯.૨૦૧૧)

Advertisements
By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in કવિતા

ભીની વાદળીના સમ.


તારા વિના જો ચોમાસુ એ જાય સનમ,
હવે તો આવી જા ભીની વાદળીના સમ.

ભીની સુગંધ ને તારો સાથ કેમ ભુલાય,
ઉષ્માની હેલી ફરી ક્યારે વરસસે સનમ.

ઓણ ચોમાસે ય મોર ટહુક્યા તો હશે જ,
યાદોની ચીસમાં એ ટહુકા વિલાયા સનમ.

તુજ વિણ દી’ ન જાય ચોમાસુ શે’ નીકળે!
હવે તો નીકળે એક એક વરસાદી છાંટે દમ.

વરસાદી નીરે આપણો પ્રેમ પાંગર્યો હતો
હવે તો આવી જા ‘રાજુ’ની ગઝલ ના સમ……………..raju kotak (25.09.2011)

By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in કવિતા

પ્યાર વહેવાર બને ત્યારે આવું જ થાય છે


પ્યાર વહેવાર બને ત્યારે આવું જ થાય છે,

વ્હાલ વીખરાઈ ને શિષ્ટાચાર જ થાય છે .!

 

સહારો  બનીએ ત્યારે પણ આવું જ થાય છે,

અહેસાન ભૂલાયને માત્ર વહેવાર જ થાય છે.

 

પ્રેમિકા પત્ની બને ત્યારે ય આવું જ થાય છે,

પ્યાર ઓછો થાય  ને  કાળજી વધુ રખાય છે.

 

દુઃખ વિસ્તાર પામે ત્યારે ય આવું જ થાય છે,

સગાઓની સદભાવના પણ કતરાઈ જાય છે.

 

લોકો ટોળે વળતા હોય ત્યાં આવું જ થાય છે,

વાતમાં દમ હોય કે નહી કુતુહલ જરૂર થાય છે.

 

મને ઘણા પૂછે અમારી સાથે આવું કેમ થાય છે,

કેમકે ઈશ્વર સાથે ય માણસથી  આવું જ થાય છે………………………રાજુ કોટક (૨૪.૦૯.૨૦૧૧)

By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in કવિતા

પ્રેમ નો આ તે કેવો કારોબાર છે.


પ્રેમ નો આ તે કેવો કારોબાર છે,

હોશને રાખે છે કેવો બારોબાર એ.

 

નજર ચૂકવી નજર મેળવી લે છે,

બનાવી લે દિલમાં જગા આરપાર એ.

 

એના સકંજા માંથી ના કોઈ છૂટ્યું છે,

મજાની સજાનું દુ:ખ દે પારાવાર એ.

 

ફના થવાની રીત  પણ શીખવે છે ,

છતાં વિરહ વેળા તડપે વારંવાર એ.

 

ઈશ્વરના  પ્રેમ માં ‘રાજુ’ પાગલ છે,

યાદ કર્યા વિના યાદમાં રહે છે એ………………….રાજુ કોટક (૨૩.૦૯.૨૦૧૧)

By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in કવિતા