મનમાં તારા હું, ને મારા માં તું છે.


એવું તે આપણા બન્ને માં શું છે?
મનમાં તારા હું, ને મારા માં તું છે.

યાદોના ઘરમાં વસીએ છે આપણે
એકાંતમાં તારા હું, ને મારા માં તું છે.

જોયાથી  ભરાય ના મન એ શું છે?
આંખોમાં તારી હું, ને મારી માં તું છે.

સપનું પરોઢ નું યાદ રહી જાય તો
વાતોમાં તારી હું, ને મારી માં તું છે.

વિહવળતા બન્નેને સરખી સતાવે છે,
વ્યથામાં તારી હું, ને મારી માં તું છે.

ફરિયાદ રૌદ્ર બની આવે છે ત્યારે ,
ખોફમાં તારા હું, ને મારા માં તું  છે.

‘રાજુ’ લાગણી ધરે વરવા રૂપ તોય,
પ્રેમમાં તારા હું, ને મારા માં તું છે…………રાજુ કોટક .

Advertisements
By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in Uncategorized

કંઈ કહું…………………….


મન હરખાય તો કંઈ કહું,
તન અંગડાય તો કઈ કહું.

ખાલી ઝલક તારી ન ખપે,
ચેન લુંટાય તો કઈ કહું.

નટખટ નશીલી આંખો ગમે,
નેન શરમાય તો કંઈ કહું.

યાદના નશામાં ચકચૂર છું,
તું વિસરાય તો કંઈ કહું

તારી હરકતો કોયડો બને છે,
પ્રેમ પરખાય તો કંઈ કહું.

મોકો જોઈ કંઈ કહેવું છે મારે,
સમય સધાય તો કંઈ કહું.

રાજુ આંખોની જુબાન સમજે,
વાત ગૂંથાય તો કઈ કહું………………..રાજુ કોટક (૧૯.૧૨.૨૦૧૨)

By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in Uncategorized
અસાઈડ

અચરજ ને કહી દો અચંબો ન કરાવે,
અનુભવે આખું જીવન ઘડી લીધું છે મેં.

લાગણી ને કહી દો નાહક ન વહાવે,
પડેલા ઝખમમાં ઝેર ભરી લીધું છે મેં

અપેક્ષાને કહી દો જુઠા શમણા ન બતાવે,
ભ્રમણામાં રચવાનું છોડી દીધું છે મેં.

યાદને કહી દો દિલમાં આવી ન સતાવે,
ક્ષણોનું સંભારણું બનાવી લીધું છે મેં .

શરમને કહી દો લાજને બહાને ન શરમાવે,
સંકોચ નેવે મૂકી બધું ગુમાવી દીધું છે મેં.

આશાને કહી દો સુખની લાલચ ન અપાવે ,
હવે તો દુઃખનું અમૃત પી લીધું છે મેં.

‘રાજુ’ ને કહી દો માણસમાં વિશ્વાસ ન જગાવે,
પ્રપંચ નું આક્રમણ સુપેરે ખામી લીધું છે મેં………રાજુ કોટક (૨૪.૦૯.૨૦૧૨)

કહી દો………………………………..

By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in Uncategorized