પરમાત્મા


કર્તા, નિયંતા,વિનાશક
જો તું જ હોય તો ,
શીદને રાખું હું ભાર!

સર્જન તારી ખુદાઈ હોય
તો વિસર્જન શું?

જો સર્વવ્યાપ તું હોય તો
જુઠમાં પણ તું ને સચમાં પણ તું
તો સત્ય શું?

તારો વાસ સદાકાળ તો
શા માટે સૃષ્ટિ બેહાલ?

સમજાયું પણ ,
અનુભવાયું નહી
કોણ છો ઈશ્વર તમે!

નશ્વર કઈ નથી,
શાશ્વત તમે જો,
સર્વવ્યાપી હો.

-રાજુ કોટક

Advertisements