તમે કેમ આટલાં ખુદને ભૂલી ગયા છો,


તમે કેમ આટલાં ખુદને ભૂલી ગયા છો,
બીજા ને ખાતર પોતાને ચુકી ગયા છો.

‘સ્વ’ નું જીવન ‘પર’ માટે કરી હંમેશા,
અંતર નો અવાજ અવગણી ગયા છો.
તમે કેમ આટલાં ખુદને ભૂલી ગયા છો

જીવન ઘસી નાખ્યું એમના ભલા ખાતર,
સમય આવે કડવા ઘૂંટ પણ ગળી ગયા છો.
તમે કેમ આટલાં ખુદને ભૂલી ગયા છો

એ મનમાની કરતા રહ્યા તમે જોતા રહ્યા,
જુઠ ને પોસવાનો તમે ગુન્હો કરી ગયા છો.
તમે કેમ આટલાં ખુદને ભૂલી ગયા છો.

‘રાજુ’ એ ઘણી વખત ચેતવ્યા છે તમને ,
સ્વભાવને તમે વર્તનમાં વણી ગયા છો.
તમે કેમ આટલાં ખુદને ભૂલી ગયા છો……………..રાજુ કોટક (૨૫.૦૬.૨૦૧૨)

Advertisements
By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in કવિતા