આવ આપણે આભાસી ઘર બનાવીએ,


આવ આપણે આભાસી ઘર બનાવીએ,
લાગણીના તોરણે બારણા સજાવીએ.

સ્મિત કેરા સાથીયા ની રંગોળી પૂરીને,
સ્વપ્ના ઓ નું આંગણ સજાવીએ…

આવ આપણે આભાસી ઘર બનાવીએ,
લાગણીના તોરણે બારણા સજાવીએ.

દુઃખ અને નિરાશાના કચરા ને કાઢીએ ,
ઘર આપણું હવે સુંદર બનાવીએ.

આવ આપણે આભાસી ઘર બનાવીએ,
લાગણીના તોરણે બારણા સજાવીએ.

ઉગમણે બારણે અપેક્ષાઓને ખંખેરી ,
આશાઓં ના સો સો દીપક પ્રગટાવીએ.

આવ આપણે આભાસી ઘર બનાવીએ,
લાગણીના તોરણે બારણા સજાવીએ.

અરમાની કિરણો ને હેતે આવકારીને,
ઘર ના ખુણાઓ આવ રોશન કરીએ.

આવ આપણે આભાસી ઘર બનાવીએ,
લાગણીના તોરણે બારણા સજાવીએ.

આસ્થા કેરા લીપણે લીપી દીવાલો ને,
ભરોસાની ઇટને મજબુત બનાવીએ.

આવ આપણે આભાસી ઘર બનાવીએ,
લાગણીના તોરણે બારણા સજાવીએ.

જગ અટવાયું આ ઇટ પથ્થરો માં જો,
મન ના આ મેળ કેરો મહેલ બનાવીએ.

આવ આપણે આભાસી ઘર બનાવીએ,
લાગણીના તોરણે બારણા સજાવીએ……………..રાજુ કોટક (૨૩.૧૧.૨૦૧૧)

Advertisements
By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in ગીત

તમને તમારો અહેસાસ કરાવી દઉં…


તમને તમારો અહેસાસ કરાવી દઉં,
જો હું તમને મારા બનાવી દઉં.

જીવન ને જીવવા જેવું બનાવી દઉં,
જો હું તમારા સપના સજાવી દઉં .

શ્વાસોમાં તમારા વહેતો રહીશ સદાય,
જો હું તમને મારા પ્રાણ બનાવી દઉં.

ભૂલવો મને આસાન નથી તમારે મન,
દિલમાં જો યાદગાર જગા બનાવી લઉં.

તારી ખોજનો ઉજમ ઊજાસ આપજે પ્રભુ,
જેની દિવ્ય જ્યોતે જીવતર જગાવી દઉં .

‘રાજુ’ને મિત્ર તરીકે સ્વીકારજો એકવાર,
દાસ્તાને દોસ્તી ને અમર બનાવી દઉં……………રાજુ કોટક (૮.૧૧.૨૦૧૧)

By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in ગઝલ