ખામી આપણી ભીંનાશમાં જ હશે…..


ભીંજાયા તો ય તરબોળ ના થયાં,
ખામી આપણી ભીંનાશમાં જ હશે,
ગર્જ્યા એટલાં વરસી ના શક્યા.

 

રીસાયા તો ય વિહવળ ના થયાં
ખામી આપણા ઝગડામાં જ હશે ,
બાજ્યા એટલાં વળગી ના શક્યા.

 

પીવાયા તો ય  હળાહળ ના થયાં,
ખામી  ઝેર પીવાની રીતમાં  હશે,
જીવ્યા એટલાં મરી પણ ના શક્યા

 

પરણ્યા તો ય વરણાગી ના થયાં ,
ખામી આપણા પ્યાર માં જ હશે ,
વહ્યા એટલાં પણ તરી ના શક્યા.

 

ભજ્યા તો ય ન્યોછાવર ના થયાં,
ખામી આપણી ભક્તિ માં જ હશે,
પૂજ્યા એટલાં પ્રભુને પામી ના શક્યા…………………………..રાજુ કોટક (૯.૦૮.૨૦૧૧)

Advertisements