મનમાં તારા હું, ને મારા માં તું છે.


એવું તે આપણા બન્ને માં શું છે?
મનમાં તારા હું, ને મારા માં તું છે.

યાદોના ઘરમાં વસીએ છે આપણે
એકાંતમાં તારા હું, ને મારા માં તું છે.

જોયાથી  ભરાય ના મન એ શું છે?
આંખોમાં તારી હું, ને મારી માં તું છે.

સપનું પરોઢ નું યાદ રહી જાય તો
વાતોમાં તારી હું, ને મારી માં તું છે.

વિહવળતા બન્નેને સરખી સતાવે છે,
વ્યથામાં તારી હું, ને મારી માં તું છે.

ફરિયાદ રૌદ્ર બની આવે છે ત્યારે ,
ખોફમાં તારા હું, ને મારા માં તું  છે.

‘રાજુ’ લાગણી ધરે વરવા રૂપ તોય,
પ્રેમમાં તારા હું, ને મારા માં તું છે…………રાજુ કોટક .

Advertisements
By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in Uncategorized