તારા વગર…..


આમ પણ પસાર થતી’તી જિંદગી તારા વગર,
શું તને પણ ન ચાલ્યું જિંદગીમાં  મારા વગર?

 

ખુદા તું  કેટલો દયાળુ ને હું કેટલો નસીબદાર છું,
જે  ચાહ્યું  મને આપ્યું  જિંદગીમાં  માંગ્યા વગર.

 

જાણીબુઝી સમજી વિચારી ને ક્યાં થાય છે પ્રેમ ,
આપોઆપ આપણે બન્યાં એકમેકનાં મળ્યા વગર!

 

કારણમાં કઈ નહોતું  ને અકારણ જ વરસી પડ્યા,
વિના  વરસાદે વહેતા રહ્યા  બેકાંઠે વહેણ વગર ..

 

અડચણમાં પણ આકાર લઈ સંબંધ નિભાવી જાણ્યો,
આ આયખું તને સોપ્યું કંઈપણ આશા રાખ્યા વગર.

 

બની શકે  તો ‘રાજુ’ ને યાદ રાખ જે  જીવનપર્યંત,
મેં તને ચાહી છે સંબધ ને કોઈ નામ આપ્યા વગર…………………..રાજુ કોટક (૧૦.૦૭.૨૦૧૧)

Advertisements
By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in કવિતા

મને મોકલ જે……!!!


આપણા મિલન ની ક્ષણો મારી પાસે છે,
યાદો ઉલેચી સંવેદનાઓ મને મોકલ જે.

આપણા દિલ ની ધડકન મારી પાસે છે ,
ઊના શ્વાસ નો સહવાસ મને મોકલ જે.

આપણા સપનાનું વર્ણન મારી પાસે છે ,
આંખોમાં ભરી એનું ચિત્ર મને મોકલ જે.

આપણા ઉન્માદનું સ્મરણ મારી પાસે છે,
ઉષ્મા ભરી માદક સુંગધ મને મોકલ જે.

આપણા સેવેલા અરમાન મારી પાસે છે,
શમણાનું સીધું સરનામું મને મોકલ જે .

આપણા વિશ્વાસનો આધાર મારીપાસે છે,
શ્રદ્ધાનો સાચો સરંજામ મને મોકલ જે.

વિરહ વેદના ની તડપન મારી પાસે છે,
તારા મિલનનો અંદેશો મને મોકલ જે.

આપણું હવે તો સર્વસ્વ મારી પાસે છે,
‘રાજુ’ને જીવનભર નો સંગાથ મોકલ જે………………………રાજુ કોટક (૨.૦૭.૨૦૧૧)