ભાદરવી વરસાદમાં……………


બેચેનીમાં ઉમંગ આ,
કોણે ભર્યો શ્વાસમાં?

વાયુ હિલ્લોળે ચડ્યો,
મખમલી ઉજાસમાં.

આશામય સુગંધ ભળી,
સાવ સુક્કા અહેસાસમાં.

વિસરાયેલ માદકતા,
સળવળી સહેવાસમાં.

ભીંજાયા ‘રાજુ’ના શમણા
ભાદરવી વરસાદમાં………………….રાજુ કોટક (૨૪.૦૯.૨૦૧૨)

Advertisements
By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in કવિતા