તમારી જિંદગીમાં અમારૂં સ્થાન રહેવા દેજો ,
તમારી વાતમાં અમારી વાત પણ સાંભળજો
ઘોંઘાટમાં ભલે ચૂકી જવાય એકાદ શબ્દ,
અમારી વાતને પણ ધ્યાન પર લેતા જજો………Raju Kotak

અહમને ઓગળી દે એવો દોસ્ત શોધું છું,
સપનાને સજાવી દે એવી સનમ શોધું છું,
પંખી બની ઉડવાની મોજ સબંધમાં ક્યાં?
શબ્દોના વિહાર માટે મુક્ત ગગન શોધું છું…………રાજુ (૧૦.૧૦.૨૦૧૨)

ભાગવું હોય પણ એમ થોડું ભગાય છે,
અમારી વાત ક્યાં એમને સમજાય છે,
ખુશ છે કે એમના ગુણગાન ગવાય છે
માણસ છીએ માણસનું બધું સહેવાય છે……..રાજુ (૧૦.૧૦.૨૦૧૨)

બધા શબ્દો અહી કિતાબી હોય છે
બધી લાગણી અહી હિસાબી હોય છે,
ખોટું બધું સાચું લાગતું હોય છે અહીં,
બધા દિમાગમાં કંઈક ખરાબી હોય છે…………રાજુ (૧૩.૧૦.૨૦૧૨)

તારું ફરિયાદ કરવાનું ક્યારે ટળે,
તારો પ્રેમ મારા તરફ ક્યારે વળે,
સંજોગનું સમારકામ થયા કરશે,
પહેલી એ નજર જોવા કયારે મળે …………રાજુ કોટક (૧૯.૧૦.૨૦૧૨)

મુકદરમાં મારા તું નથી તો શું?
નસીબમાં તારા હું નથી તો શું?
પ્રેમ તો લાગણીઓ થી પાંગરે,
નસીબ આડે પાંદડું હોય તો શું?……………રાજુ (૨૦.૧૦.૨૦૧૨)

હાથ આપવા માટે સમય થોભાવી ના શક્યો,
સાથ સ્વીકારવા માટે સમય સાધી ના શક્યો,
હાથતાળી દઈ સમય સરકી ગયો સંજોગ સાથે,
જીવનભર પસ્તાવાના સમયને ખાળી ના શક્યો…..રાજુ કોટક (૨૧.૧૦.૨૦૧૨)

Advertisements
By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in મુક્તક

વાંચી જ જો…..


મારી યાદને તને મળવાનું મન થાય છે,
મારી જીજ્ઞાસાને તને જાણવાનું મન થાય છે,
ખબર નથી પડતી તારામાં એવું તે શું છે કે ,,,
મારી આશાને તને પામવાનું મન થાય છે……રાજુ કોટક (૨૯.૦૯.૨૦૧૨ )

મર્યાદા મુકીને આવ્યા છો થોડી શરમ તો છોડી જાવ,
આંખોમાં કામણ ભર્યા છે, થોડી નજર તો મેળવી જાવ,
શું ખબર હવે ફરીવાર ક્યારે મળશો આવી નજાકતથી,
દલડું હારે લાવ્યા હોવ તો હવે અહી જ મૂકી ને જાવ .. 😉 રાજુ (૨૯.૦૯.૨૦૧૨)

વાત માં તમારી એ વાતનો વર્તારો છે,
કે,આંખમાં તમારી ઈજનનો ઈશારો છે,
અમે તો કરી ચુક્યા થાય એટલું બધું જ,
હવે પ્રેમમાં પાડવાનો તમારો વારો છે……..રાજુ (૨૯.૦૯.૨૦૧૨)

યાદ તો એ કરે છે, જેને ભૂલવાની સંભાવના હોય.
પ્યાર તો એ કરે છે, જેને સહેવાની ભાવના હોય…………રાજુ (૫.૧૦.૨૦૧૨)

તું પ્રેમ કરે કે ન કરે મને મારા પ્રેમના પ્રભાવ પર ભરોસો છે,
તું આવે કે ન આવે મને તારી યાદના અહેસાસ પર ભરોસો છે,
‘હું પ્રેમ નથી કરતી…’ કહી છેતરી લે તારી જાતને ભલે,
મને તારી લાગણીઓના મારી તરફના ખેંચાણ પર ભરોસો છે….રાજુ (૫.૧૦.૨૦૧૨)

જાનમ, બહુ ઈર્ષા ન કર પ્રેમ વધી જશે,
પ્રેમ વધશે તો લોકોનો વહેમ વધી જશે……..રાજુ (૫..૧૦. ૨૦૧૨)

By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in મુક્તક