અસર પ્યારની છે, જીગરથી સમજી લે.


વાત નજરની છે, નજરથી સમજી લે,
અસર પ્યારની છે, જીગરથી સમજી લે.

વાત ના મારી જો પડઘા પડે દિલે તારા
કહેવાની શી જરૂર છે, અસરથી સમજી લે.

સમયની સાથે સમજાઈ જશે સઘળું તને,
દિલ કેમ વિહવળ છે, કસરથી સમજી લે.

નશા માં ડૂબી બેહોશ બની જવું એ શું છે?
ફૂલ કેમ બેખબર છે, ભ્રમરથી સમજી લે.

પ્રેમ-રસની લહાણ માં રહેશો ના અધૂરા,
સ્પર્શ ની અસર છે, અધરથી સમજી લે .

ભીંજાઈને દરિયામાં રહી ગયા કોરા અમે,
તરસ ની અસર છે, લહેરથી સમજી લે.

‘રાજુ’ કહે છે પ્યારની ઉંમર ન હોય કોઈ,
સમયની અસર છે, પ્રહરથી સમજી લે………………રાજુ કોટક (૨.૦૬.૨૦૧૨)

Advertisements
By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in ગઝલ

अब नश्तर बनकर ओर न छेड़ो.


नासूर बनकर फ़ैल चुके हो रगोमे,
अब नश्तर बनकर ओर न छेड़ो.

बिगड़ी बनाने आ भी गए तो क्या,
अब पुराणी बातो को ओर न छेड़ो.

दिल तो शीशा था टूट गया कभी का,
अब अहेसान बनकर ओर न तोड़ो .

धोका खाना हमारी फितरत में ही था,
अब हमारे जज्बात को ओर न खुरेदो.

‘राजू’ सदा राजदार रहेगा यह प्यारका,
अपनी कहानी सुनाकर ओर न बहेको……………….राजू कोटक (३१.०५.२०१२)

By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in ગઝલ

એક સુગંધ હતી મારી પાસે, ફેલાવી નાખી.


લાગણી મારી તારા પર વહેવડાવી નાખી,
એક સુગંધ હતી મારી પાસે ફેલાવી નાખી.

ખાલીખમ છું દોસ્તો કશી આશ ન રાખશો ,
જિંદગી આખી એમને નામે લખાવી નાખી.

તો ય નાપાસ થયો પ્રેમની પાઠશાળામાં હું,
કસૌટી કાળે એણે કોઈની સેજ સજાવી નાખી.

એક ગુનો હોય તો હું માફ પણ કરું એમનો,
આ તો કાયદા ની બધી કલમો ફગાવી નાખી.

દરદ હોય તો એની સારવાર પણ થાય મિત્રો,
એની તલવાર ને મેં સારવારમાં ખપાવી નાખી.

પલિતો દીધો હતો એમને તાપણું કરવા જરા,
એમણે મારા જ ઘરની હોળી સળગાવી નાખી.

કદર ન કરી દુનિયાએ ‘રાજુ’ની જીવનમાં કદી,
એમણે મારા જ ઘરમાં મારી કબર ચણાવી નાખી……………..રાજુ કોટક (૨૭.૦૫.૨૦૧૨)

By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in ગઝલ

સમય નો તારા વિશ્વાસ છું.


તારા માટે ખાસ વાત છું,
તેથી તારી આસ પાસ છું.

મહેકની હું ખાસ જાત છું,
શ્વાસનો તારા અહેસાસ છું.

જીવનનો તારા હું સાથ છું,
સમય નો તારા વિશ્વાસ છું.

સપનાની તારા હું રાત છું,
યાદમાં તારી હું ભીનાશ છું.

પ્યાર નો તારા મહોતાજ છું,
તેથી ‘રાજુ’ માટે તું ખાસ છું ………………..રાજુ કોટક (૨૧.૦૫.૨૦૧૨)

By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in ગઝલ

શ્વાસ નો મારા હિસાબ માંગો છો.


ધડકન માં રહી ને અમારી,
શ્વાસનો મારા હિસાબ માંગો છો.

લાગણીનાં દામ ચૂકવી દીધા,
હવે વાયદાનો હિસાબ માંગો છો.

ન જાણે કેટલાંને ઘાયલ કીધા,
ને કાતિલપણાનો ખિતાબ માંગો છો.

બની ગયા છો તમે ખુદ સવાલ,
ને ખુવારીનો મારી જવાબ માંગો છો.

ચાહત ચુભન બની ગઈ ત્યારે,
કાં કંટક કને હવે ગુલાબ માંગો છો .

સપના જોવાનું ભૂલી ગયો ‘રાજુ’
ત્યારે ઉઘાડી આંખના ખ્વાબ માંગો છો.

ગઝલ નંદવાઈ પ્રેરણા વિણ તારી,
હવે મત્લામાં પહેલાનો રુઆબ માંગો છો………………….રાજુ કોટક (૧૯.૦૫.૨૦૧૨)

By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in ગઝલ

દરદ ન થવાની અસર હું ખુદ છું.


મુસીબત માં હમણાં હું ખુબ છું,
મુસીબત નું કારણ હું ખુદ છું.

દલીલો કરી હું કંઈપણ કહું મને,
મારી ભૂલ નો શિકાર હું ખુદ છું.

સહનશીલતા દે છે આ મુસીબત,
શીખ મળ્યા ની વાતે હું ખુશ છું.

આદત બની ગઈ હવે પીડા મારી,
દરદ ન થવાની અસર હું ખુદ છું.

બનાવ્યા ‘રાજુ’ એ સહુને પોતાના,
માથે ચડાવવાની ભૂલ હું ખુદ છું…………………..રાજુ કોટક (૧૮.૦૫.૨૦૧૨)

By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in ગઝલ

કરી બેઠો…….!


પરાયા સપનાને પોતાના કરી બેઠો,
વગર  વિચારે  હું  પ્રેમ  કરી  બેઠો.

 

રેતીના દરિયાને મારો કરી બેઠો ,
સહરામાં  પાણીની  આશ કરી બેઠો.

 

બદનામ થઈ બેનામ થયો તો પણ ,
મારું આ નામ  તારે નામ  કરી બેઠો.

 

મંઝીલ વિહોણા મારગે ચાલતો રહ્યો,
પથ્થરી  ઠોકરો  ને વહાલ કરી બેઠો.

 

દરિયાને વહેવું હતું  સુંવાળી રેત પર ,
ખડગ થી અથડાય કહેર કરી બેઠો  .

 

અરીસા પથ્થરના હોય તો ‘રાજુ’ શું કરે?
મુલાયમ ચહેરા નું  ગુમાન કરી બેઠો ……………………રાજુ કોટક (૨૪.૦૪.૨૦૧૨)

By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in ગઝલ

કરી ગઈ……!


તમારી મતવાલી ચાલ સરકતો સવાલ કરી ગઈ,

પાછળ ફરીને કરેલી નજર મને બેહાલ કરી ગઈ .

 

 

યાદોમાં તમારી ઉમળકો શમી ગયો’તો અમારો ,

તમે ન આવ્યા તે’દિવસે ભ્રમણા કમાલ કરી ગઈ.

 

 

તમારી ખુશ્બુ પ્રસરી કે તાજા ફૂલો નો ગુલદસ્તો,

ઉપવનમાં ખીલેલા પુષ્પો ને સો સવાલ કરી ગઈ.

 

 

ટોળા માં તે દિવસ હું પણ  ઉભો ‘ તો રાહ જોઈને,

સીધી મારા પર પડેલી એ નજર નિહાલ કરી ગઈ.

 

 

નહી આવો  માની અમે બારી ઓ બંધ રાખી હતી.

સખી ને થયેલી પૃચ્છા આમારો ખયાલ કરી ગઈ .

 

 

શરમ થી નજર ઝુકાવી આજે કેમ ચાલો છો તમે?

કંકોતરી તમારી ‘રાજુ’ ને આજ પાયમાલ કરી ગઈ……………….રાજુ કોટક (૧૯.૦૪.૨૦૧૨)

By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in ગઝલ

કોઈ ને કોઈ અહીંયા ક્યાં કામ લાગે છે.


કોઈ ને કોઈ અહીંયા ક્યાં કામ લાગે છે,
નિજ કામ કાઢવાના બસ દામ લાગે છે.

આમ ને આમ એમને બધું તમામ લાગે છે,
એમનામાં એમને જોવાનું હવે આમ લાગે છે.

ક્યારે સમાવી શકીશું બધાને આરસી માં ?
પ્રતિબિંબ નો આકાર હવે વામ લાગે છે.

ગમા અણગમા નો હવે બહુ થાક લાગે છે
ન ગમતું ગમે છે ત્યારે આરામ લાગે છે.

સનમ તને પામવા કંઈ કેટલા વાના કર્યા,
બેવફાઈના ઘુંટડા હવે અધૂરા જામ લાગે છે.

શું સતત ચાલતાં રહેવાનું નામ છે જિંદગી?
સાચા સંગાથના સધિયારે વિરામ લાગે છે.

દેખાય તે હોતું નથી ને હોય તે દેખાતું નથી
આવા આભાસી ચહેરા મને સરેઆમ લાગે છે.

બીજા ખાતર ખુવાર થવાનું છોડી દે ‘રાજુ’
ઉપકારને ભૂલેલા લોકો વધુ બેફામ લાગે છે.

ક્યારે છૂટીશ ‘રાજુ’ આ બધી પળોજણમાંથી,
જો, દુર ક્ષિતિજ માં દેખાય એ રામ લાગે છે………………રાજુ કોટક(૧૬.૦૭.૨૦૧૧/૧૭.૦૪.૨૦૧૨ )

By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in ગઝલ

તને મેં અવગણી નથી.


અળગી કરી નથી તને મેં અવગણી નથી,
સંજોગે અંતર ઘટ્યું છે લાગણી ઘટી નથી.

મળવાનું મન કરે કદી ઠેકી ને આવતી રે’જે,
ભીંતો મારા ઘરની એટલી ઉંચી કરી નથી.

આવે ગઝલમાં જે રીતે બસ આવવા દીધી,
મેં લાગણી ની કદી કોઈ માત્રા ગણી નથી.

દેખાઉં છું તે છું નહી અને એટલે જ તો મેં ,
મારી છબી ને કદી પણ મારી ગણી નથી.

તેથી જ પ્રેમ પામવાની આશ જીવંત છે હજી,
તેં હા કહી નથી કદી મને,ના પણ ભણી નથી.

‘રાજુ’ ને સમજવાની ભૂલ તો સહુએ કરી છે,
જાણું છુ તેં કોઈ ની પણ વાત કાને ધરી નથી……………….રાજુ કોટક (૬.૦૪.૨૦૧૨)

By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in ગઝલ