અજાણ્યો ઉત્પાત.


અજંપો,,,

બેચેની..

ગુંગળામણ..

ઉના લ્હાય શ્વાસ ,

જાણે…………

ગાલો  પર અથડાય છે.

ને, આ ખીલ..ખીલ.. હસવાનો અવાજ,

કેમ પડઘાય છે?

ઓઠ ની ભીનાશ…

છળ ન હોઈ શકે કદી.

જાણે…જાણે…કોઈ,

અદ્રશ્ય આકાર…..

ભરડો લઈ રહ્યો છે!

સ્વપ્ન હોય તો,,તો ,

અનુભવી શકાય.

પણ આ..તો..મીઠી ચુભન.

દર્દ-કણસ-કસક,

એક લાં…બી… કસાયેલી ભીંસ…

ચીસમાં..સુંવાળપ ભળી જાય એવી.

અંતે..ઓહ.. આ આહલાદક..

નિતાંત,

સુખ નો અહેસાસ…!

Raju Kotak (7.04.2012)

 

Advertisements
By લાગણીઓ નું લાક્ષાગૃહ Posted in અછાંદસ